નવી દિલ્લીઃ બોલીવુડની મિસ બ્રિગેંજા એટલે કે એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અર્ચના પૂરણ સિંહે મિસ બ્રિગેંજાનો રોલ પ્લે કર્યો હતો. તેમનો રોલ એટલો ફની હતો કે, આજે પણ લોકો તેમને આ જ નામથી યાદ કરે છે.ત્યારે આજે અમે તમને આ એક્ટ્રેસની પર્સનલ લાઈફના અમુક કિસ્સા જણાવીશું.
અર્ચના પૂરન સિંહે એક્ટર પરમીત સેઠી સાથે 1992મા લગ્ન કરી લીધા હતા. આ કપલે દુનિયાથી પોતાના લગ્ન 4 વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં લગ્ન છુપાવીને રાખવા બાબતે અર્ચનાએ કહ્યું કે, પહેલાંના સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના વિચારો હતા કે જો કોઈ મહિલા પરણિત છે તો તેનું કામ ઓછું થઈ જશે. ઈન્ડસ્ટ્રીઝમાં કહેવાયું હતું કે, પરણિત એક્ટ્રેસને વધારે કામ નથી મળતું. તેવામાં પરમીત અને મે વિચાર્યું કે, આ લગ્ન આપણે આપણા માટે કર્યા છે. તેણે કહ્યું કે, પરમીત નહોતા ઈચ્છતા કે, લગ્ન મારે કરિયરમાં ઈફેક્ટ કરે. એટલા માટે આપણે બંનેએ મળીને લગ્ન જાહેર ન કરવાનો નિર્ણય લીધો.
પરમીતે ધ કપિલ શર્મા શોમાં જણાવ્યું હતું કે, અમે રાતે 11 વાગ્યે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને અમે સીધા જ પંડિતજીને શોધવા માટે નીકળી પડ્યા હતા. લગભગ રાતે 12 વાગ્યે અમને પંડિત મળ્યા અને તેમને અમને પુછ્યું કે, શું અમે ભાગીને લગ્ન કરી રહ્યા છીએ. ત્યારે પંડિતજીએ કહ્યું કે, આવી રીતે લગ્ન ન થાય પહેલાં મુહૂર્ત કાઢવું પડે. અમે તેને એજ રાતે પૈસા આપ્યા અને સવારે 11 વાગ્યે અમારા લગ્ન થઈ ગયા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ અર્ચના અને પરમીતની મુલાકાત થઈ અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. કહેવાય છે કે, પરમીત અને અર્ચના અમુક સમય સુધી લિવ ઈન રિલેશનશીપમાં રહ્યા હતા. જણાવી દઈએ કે, અર્ચનાએ પરમીત સેઠી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમના પહેલાં લગ્ન સારા ન રહેતા તલાક લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે